Pixie-logo | Dead Body Transportation | Dead Body Preservation
Menu

સાઉથ સુદાનના વિદ્યાર્થીના સહારે પીક્ષી સંસ્થા

Jan 13, 2024

સાઉથ સુદાન ના જુબા શહેર નો યુવક ઉચ્ચ અભ્યાસ અર્થે ભારત ની મારવાડી યુનિવર્સિટી મા અભ્યાસ કરતો હતો. ગત રોજ માર્ગ અકસ્માતમાં તેનું દેહાંત થતાં તેના પાર્થિવ દેહને પીક્ષી સંસ્થાએ એમ્બાલ્મીંગ કર્યું હતું,જેથી મૃતદેહ સડયા વગર તેના મૂળભૂત સ્વરૂપમાં સચવાઈ રહે. ત્યારબાદ એમ્બેસી, કસ્ટમ તથા પોલિસ સહિતના બધા જ ક્લિયરન્સ કરાવી સાઉથ સુદાન ના વિદ્યાર્થી ના મૃતદેહ ને અમદાવાદ થી મુંબઈ, મુંબઈ થી એડીસ અબાબાથી તેનાં વતન જૂબા, સાઉથ સુદાન ખાતે સહી સલામત વિમાન માર્ગે પહોંચાડયો હતો. આ સમગ્ર ટાસ્ક પીક્ષી ના ડૉ વિનેશ શાહ, ડૉ. મેઘા ગૌરાંગ પટેલ તથા ચેલેંજ ના સૂરીદ ફ્રોન્સેસ્કા દ્વારા પર પાડવામાં આવ્યું હતું. સાઉથ સુદાન ના વિદ્યાર્થીઓના પ્રેસિડન્ટ સહીત ના ડેલિગેશન દ્વારા કૃતજ્ઞ ભાવે બહુજ ટૂંક સમય માં આ કામગીરી પૂર્ણ કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.